પશ્ચિમમાં ફરી એકવાર ધાર્મિક પરિચય સામે કડક પગલું! પોર્ટુગલ સંસદે ‘બુરખા પ્રતિબંધક કાનૂન’ મંજૂર કરીને ચર્ચા ગરમાવી દીધી છે. હવે સાર્વજનિક જગ્યાએ નકાબ પહેરો તો સીધો €4000 (4.1 લાખ રૂપિયા) સુધીનો દંડ ભરીને છૂટકારો!
પ્રમુખના હસ્તાક્ષર બાદ આ કાયદો કાયદેસર બનશે. વિમાનો, દૂતાવાસો અને ધાર્મિક સ્થળોને છૂટ આપવામાં આવી છે, પણ રસ્તા, શાળાઓ, મોલ્સ અને પાર્કમાં બુર્ખો હવે ‘ગેરકાયદેસર’.
ડાબેરી પાર્ટીઓ વિરોધમાં ઊભી છે, જ્યારે સરકારનું કહેવું છે – “આ માત્ર સુરક્ષા માટે નહીં, પણ સ્ત્રી સ્વતંત્રતાના હિતમાં છે.”
જો આ કાયદો લાગૂ થયો તો પોર્ટુગલ પણ તે 20 દેશોની યાદીમાં આવશે જ્યાં “મુખ ચહેરો નથી, કાયદો છે!” —
શું આ છે વ્યવસ્થાનો વિજય કે આઝાદી પર અઘોશિત હુમલો?
