અમદાવાદમાં 93 બંધ મ્યુનિસિપલ શાળાઓમાં હવે આંગણવાડી શરૂ થશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી 93 મ્યુનિસિપલ શાળાઓ વર્ષોથી બંધ હાલતમાં છે. હવે આ મકાનોમાં આંગણવાડી ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી કોર્પોરેશનને દર વર્ષે લગભગ 10 કરોડ રૂપિયાનું ખર્ચ બચત થશે. કેટલાક મકાનોને સામાન્ય સમારકામ બાદ ફરી ઉપયોગમાં લેવામાં આવશે.

ખાડીયા, જમાલપુર, બહેરામપુરા, એલિસબ્રિજ, સરદારનગર સહિતના વિસ્તારોના મકાનો આંગણવાડી માટે ઉપયોગમાં આવશે. અગાઉ આ મકાનોમાં આયુર્વેદિક દવાખાનું અને હેલ્થ સેન્ટર ચલાવાતા હતા. આ પ્રોજેક્ટથી શહેરના બાળકો માટે સુવિધા વધશે અને મકાનોનો પુનઃઉપયોગ પણ થશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें