વિરમગામ તાલુકામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી, ટાઉન અને ગ્રામ્ય પોલીસ ટીમે અલગ અલગ ત્રણ દરોડા પાડી કુલ 86 લીટર દેશી દારૂ, એક ઈકો ગાડી અને એક મોબાઇલ કબજે કરી કુલ 1.27 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા.
દરોડા દરમિયાન, બે આરોપી ફરાર હોવાના કારણે પોલીસની આગળની તપાસ ચાલુ છે. તમામ ઝડપાયેલા અને ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

