ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમ્યાન અણધાર્યો બનાવ બન્યો હતો. ફોટોશૂટ દરમિયાન અચાનક ઊંચી લહેરો ઉછળતા સાત લોકો દરિયામાં તણાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ છ લોકોને બચાવી લીધા હતા, જ્યારે 30 વર્ષીય યુવતી જ્યોતિ પરમાર હજુ લાપતા છે. જ્યોતિ પોતાના પરિવાર સાથે માસીની દીકરીના પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આવી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

