વડોદરામાં HSBC ઈન્ડિયાનું નવું બ્રાન્ચ શરૂ: ગુજરાતમાં ઉપસ્થિતિનો વધુ વિસ્તાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

HSBC ઈન્ડિયાએ શનિવારે વડોદરામાં નવી શાખાનું લોન્ચિંગ કરીને દેશમાં પોતાની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી શાખા સાથે ભારતમાં HSBCની કુલ શાખાઓની સંખ્યા 27 થઈ છે, જ્યારે ગુજરાતમાં તેની આ બીજી બ્રાન્ચ છે. આ વર્ષના શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંક તરફથી મુખ્ય શહેરોમાં 20 નવી શાખાઓ ખોલવાની મંજૂરી મળ્યા બાદ આ વિસ્તરણ શક્ય બન્યું છે.

વડોદરા શહેર આર્થિક વિકાસ અને ઔદ્યોગિક વૃદ્ધિ માટે ઓળખાય છે અને હવે ધનિક, હાઇ નેટ વર્થ (HNW), અલ્ટ્રા હાઇ નેટ વર્થ (UHNW) તથા અનિવાસી ભારતીયો માટે મહત્ત્વનું વૈભવી નાણાકીય કેન્દ્ર બની રહ્યું છે. HSBCની નવી શાખા આ વધતા ગ્રાહક વર્ગની નાણાકીય અને વેલ્થ મેનેજમેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें