એડ્યુકનેક્ટ એક્સ્પો 2025: ભારતનું સૌથી મોટું શૈક્ષણિક એક્સ્પો અને એવોર્ડ્સ—10,000થી વધુ મુલાકાતીઓ સાથે મુંબઇમાં ભવ્ય આયોજન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

એડ્યુકનેક્ટ એક્સ્પો 2025—દેશના શિક્ષકો, સ્કૂલ નિર્માતાઓ, જ્ઞાન સર્જકો અને શૈક્ષણિક સપ્લાયરો માટેનું સૌથી મોટું અને પ્રભાવશાળી પ્લેટફોર્મ—મુંબઈના ભાયંદર સ્થિત બાલાસાહેબ ઠાકરે ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાયો.
લક્ષ્મી બુક એન્ટરપ્રાઈઝીસ દ્વારા આયોજિત અને વુડક્રાફ્ટ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પરિકલ્પિત આ ત્રણ દિવસીય એક્સ્પોએ શિક્ષકો, પ્રિન્સિપાલ્સ, અેકેડેમિક લીડર્સ, ડિજિટલ ક્રિએટર્સ અને વાલીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મેળવ્યો.

ઉદ્ઘાટન પ્રસંગે હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર હિમાની શિવપુરિ અને એડ્યુકનેક્ટ એક્સ્પોના આયોજક શૈલેશ સલસ્કર ઉપસ્થિત રહ્યા.
આ એક્સ્પોમાં વિસ્તૃત પ્રદર્શન, ઇન્ટરેક્ટિવ ઝોન્સ, વર્કશોપ્સ, પેનલ ચર્ચા, તથા સ્પીકર સેશનસનું આયોજન કરવામાં આવ્યું, જેનો હેતુ ભવિષ્ય-સજ્જ શિક્ષણ માટે સહયોગ, નવીનતા અને જ્ઞાન-વિસ્તારને પ્રોત્સાહન આપવાનો હતો.
10,000થી વધુ મુલાકાતીઓના ફૂટફોલ સાથે એડ્યુકનેક્ટ દેશના સૌથી પ્રભાવશાળી શિક્ષણ-કેન્દ્રિત કાર્યક્રમોમાંનું એક બનીને ઉભરાયું.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें