11 વર્ષથી ગુમ થયેલા MH370 વિમાનની શોધ ફરી શરૂ—30 ડિસેમ્બરથી ડીપ-સી હંટનો પ્રારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મલેશિયાના પરિવહન મંત્રાલયે બુધવારે જાહેરાત કરી કે Malaysia Airlines Flight MH370ના ડીપ-સી સર્ચ ઓપરેશનને 30 ડિસેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે. 11 વર્ષથી ગુમ થયેલા આ વિમાન અંગે ફરી આશાની કિરણ જોવા મળી છે.

8 માર્ચ 2014ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા માટે ઉડાન ભર્યા થોડા સમય પછી જ 239 મુસાફરો (જેમાં મોટા ભાગે ચીનના નાગરિકો હતા) સાથે Boeing 777 વિમાન રડાર પરથી અચાનક ગાયબ થઈ ગયું હતું.

સેટેલાઇટ ડેટા મુજબ વિમાન પોતાના મૂળ માર્ગથી વળી દક્ષિણ તરફ ઇન્ડિયન ઓશનના દુર-દક્ષિણ વિસ્તારોમાં ગયું હતું, જ્યાં તેની ક્રેશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

વિમાન ક્યાં પડ્યું તેની કોઈ સ્પષ્ટતા આજદિન સુધી ન મળતા MH370 દુનિયાનું સૌથી રહસ્યમય એર ક્રેશ બન્યું છે. નવી શોધ કામગીરીથી હવે પરિવારજનો અને વૈશ્વિક સમુદાયમાં ફરી આશા જગાવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें