ઇન્ડિગો સંકટ 9મા દિવસે પ્રવેશતા દેશમાં આજે 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા 10% ફ્લાઇટ કાપના આદેશ બાદ હવે કાપ મૂકવામાં આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ્સ અન્ય એર ઓપરેટરોને ફાળવવાની તૈયારી છે, જે ઇન્ડિગોના માર્કેટ શેરને મોટો ઝટકો આપી શકે છે. 2,200 દૈનિક ફ્લાઇટ્સ ધરાવતી ઇન્ડિગોની લગભગ 220 ફ્લાઇટ્સ સીધી અસર હેઠળ આવશે, જેના કારણે આવક અને વિશ્વસનીયતા બંને પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. બીજી તરફ, એર ઇન્ડિયા, અકાસા અને સ્પાઇસજેટ જેવી અન્ય એરલાઇન્સને આ પગલાથી સીધો ફાયદો મળી શકે છે.
10% ફ્લાઇટ કાપનો મોટો ફટકો: માર્કેટ શેર ઘટશે, અન્ય એરલાઇન્સને મળશે મોટો ફાયદો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
