દિલ્લીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ‘માનવસર્જિત આપત્તિ’ ગણાવતા BJDના રાજ્યસભા સાંસદ માનસ રંજન મંગરાજે માંગ કરી છે કે શિયાળુ અને બજેટ સત્ર દિલ્લીના બદલે અન્ય શહેરોમાં યોજવા જોઈએ. તેમણે ગાંધીનગર, દેહરાદૂન, બેંગલુરુ, હૈદરાબાદ, ભુવનેશ્વર અને ગોવા જેવા શહેરોને વિકલ્પ તરીકે સૂચવ્યા છે.
દિલ્લીમાં પ્રદૂષણના સ્તરે આ વર્ષે ફરી ગંભીર સ્થિતિ સર્જી છે. હવામાં ઝેરી તત્ત્વોની માત્રા વધતા સામાન્ય લોકો સાથે નેતાઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં BJDના રાજ્યસભા સાંસદ માનસ રંજન મંગરાજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ચોંકાવનારી માંગ રાખી છે.
તેમણે દિલ્લીના પ્રદૂષણને ‘માનવસર્જિત આપત્તિ’ ગણાવી કહ્યું કે, દિલ્લીના ખરાબ હવામાનમાં શિયાળુ અને બજેટ સત્ર યોજવાથી સાંસદો, સ્ટાફ, ડ્રાઈવરો, સુરક્ષા કર્મચારીઓ અને સંસદીય અધિકારીઓના જીવનને જોખમ છે. એટલા માટે જ્યારે સુધી દિલ્લીમાં હવામાન ન સુધરે, ત્યા સુધી સંસદ સત્રને અન્ય સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેરોમાં શિફ્ટ કરવું જોઈએ.
