બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ગેરકાયદે ખેતીનો ભાંડો ફોડ, 2 કરોડથી વધુનો જથ્થો જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા નજીક એરંડાની ખેતીની આડમાં છૂપાઈને ચાલી રહેલી ગેરકાયદે ગાંજાની ખેતીનો પોલીસએ ભંડાફોડ કર્યો છે. રેડ દરમિયાન ખેતરમાંથી 2 કરોડથી વધુ મૂલ્યના 258 ગાંજાના છોડ મળી આવ્યા છે અને એક આરોપીને પોલીસએ ઝડપી પાડ્યો છે.

બાલાસિનોરના વડદલા ગામના રત્નાજીના મુવાડા વિસ્તારમાં એરંડાના છોડ વચ્ચે છૂપાવીને ગાંજાની ખેતી થઈ રહી હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો. તપાસ દરમિયાન 258 ગાંજાના છોડ મળી આવ્યા, જેની બજાર કિંમત આશરે ₹2.36 કરોડ થાય છે. ઘટનામાં વાઘજીભાઈ પરમાર નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें