આંતરરાષ્ટ્રીય કોડીન કફ સીરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વિશાળ ઑપરેશન ચલાવ્યું છે. ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત કુલ 25 સ્થળોએ દરોડા પાડીને મુખ્ય આરોપીઓ આલોક સિંહ અને અમિત ટાટા સાથે જોડાયેલા ઠેકાણાઓની તપાસ કરવામાં આવી.
લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર, રાંચી અને અમદાવાદમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી કોડીન સિરપની ગેરકાયદે હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ભેદવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં કોડીન સિરપના કારણે બાળકોના મોત બાદ ઉઘાડામાં આવેલા આ કાંડમાં અત્યાર સુધી 87 FIR નોંધાઈ છે. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દુબઈમાં ફરાર છે, જ્યારે અમિત સિંહ ટાટા અને બરતરફ કોન્સ્ટેબલ આલોક સિંહને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
આ કેસમાં પૂર્વાચલના પ્રભાવી રાજકીય નેતાઓ સાથે જોડાણ હોવાની શંકાએ તપાસને વધુ સંવેદનશીલ બનાવી છે.
