કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણ (FDI) માટે બિલ મંજૂર કર્યું છે. હાલમાં વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 74% છે, જે હવે 100% થઇ જશે. ઉદ્દેશ્ય એ છે કે વધુ નાણાં લાવવાના, પ્રતિસ્પર્ધા વધારવાના અને ગ્રાહક સેવાઓ મજબૂત બનાવવાના.
સાથે, વસતી ગણતરી માટે રૂ. 11,718 કરોડની મંજૂરી આપી દેવામાં આવી છે. વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે:
-
એપ્રીલ 2026 થી સપ્ટેમ્બર 2026 – ઘરોનું લિસ્ટિંગ અને પ્રથમ ગણતરી
-
ફેબ્રુઆરી 2027 – મુખ્ય ગણતરી
આ પ્રક્રિયામાં 30 લાખ લોકોની મદદ લેવામાં આવશે.
નાણામંત્રીએ જણાવ્યું કે 100% FDIથી વીમા ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. સાથે જ પોલિસીહોલ્ડર ફંડ બનાવવાનો અને બિન-વીમા કંપનીઓને વીમા ક્ષેત્રમાં રોકાણ કરવાની છૂટ પણ આપવામાં આવી છે. જો કે, ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે માત્ર ભારતીય નાગરિક હોઈ શકે.
સિવિલ ન્યૂક્લીયર પાવર સેક્ટરમાં ખાનગી રોકાણકારોને તક આપતો બિલ પણ કેબિનેટમાં મંજૂર થયો છે, જેમાં ભારત 2047 સુધી 100 GW એટમિક પાવર ક્ષમતા લક્ષ્ય રાખે છે.
