વર્ષ 2019માં ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ કિનારે દરિયામાંથી ઝડપાયેલા 330 કિલોગ્રામ બ્રાઉન હેરોઈન કેસમાં વિશેષ NIA અદાલતે છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે સોમવારે આપેલા ચુકાદામાં તમામ દોષિતોને કડક સજા સાથે દંડ પણ ફટકાર્યો છે. બીજી તરફ, પ્રતિબંધિત માદક પદાર્થ સ્વીકારવાનો આરોપ લાગેલા એક ભારતીય નાગરિકને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનમાંથી દરિયાઈ માર્ગે મોટા પાયે નશીલા પદાર્થોની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસને ભારતની દરિયાઈ સુરક્ષા અને નશીલા પદાર્થો સામેની લડતમાં મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવે છે.
કચ્છના જખૌ કિનારે 330 કિલો બ્રાઉન હેરોઈન કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
