અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા PM નરેન્દ્ર મોદી સાથે રશિયાની ક્રુડ ઓઈલ ખરીદી બંધ કરવાનાં દાવા અંગે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, આવા કોઈ ફોન પર ચર્ચા થઈ જ નથી. મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપે છે અને ઊર્જા આયાતની નીતિ સંપૂર્ણપણે દેશના સુરક્ષિત પુરવઠા પર આધારિત છે. રશિયાએ પણ ટ્રમ્પના દાવા નકાર્યા છે અને ભારત સાથે ઊર્જા સહકાર યથાવત રહેશે તેમ જણાવ્યું છે
