ACBનું સફળ છટકું: મોરબીમાં PGVCLના નાયબ ઇજનેર અને વચેટિયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, રૂ. ૨૦,૦૦૦ની લાંચ સ્વીકારતાં બંનેની ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ વીજ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. PGVCLના નાયબ ઇજનેર મિનેષભાઇ જાદવ અને પ્રજાજન પ્રવીણભાઇ માકાસણાને રૂ. ૨૦,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદીએ સોલાર પેનલના કામ માટે ઇલેક્ટ્રિક મીટર લગાવવાની પ્રક્રિયામાં લાંચની માંગણી થતા ACBનો સંપર્ક કર્યો હતો. લાંચ સ્વીકાર્યા બાદ બંને આરોપીઓને વેજીટેબલ રોડ, મોરબી ખાતે ACBએ કાબૂમાં લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें