ગાંધીનગરમાં દુઃખદ ઘટના: બે દીકરીઓ સાથે પિતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, શોધખોળ બાદ મોડી સાંજે મળ્યો પિતાનો મૃતદેહ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર જિલ્લાના બોરિસણા ગામે હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. ધીરજભાઈ રબારી નામના યુવાને પોતાની બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ગઇકાલે ઘરેથી આધાર કાર્ડ બનાવવા નીકળેલા ધીરજભાઈનો સાંજે મૃતદેહ મળી આવ્યો, જ્યારે તેમની બંને દીકરીઓના મૃતદેહો સવારે જ મળી ગયા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें