સુરતમાં અનોખું ઉદાહરણ: હિરપરા પરિવારે પુત્રવધૂને ‘દીકરી’ માની કરી પ્રેરણાદાયી કન્યાદાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સામાજિક માન્યતાઓ વચ્ચે માનવીય મૂલ્યોનું સોનેરી દૃષ્ટાંત બની રહેલો પ્રસંગ સુરતમાં જોવા મળ્યો. અમરેલી જિલ્લાના સનાળીયા ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા હિરપરા પરિવારે પોતાની પુત્રવધૂને દીકરી તરીકે સ્વીકારી, તેના લગ્ન કરાવી અને કન્યાદાન કરીને સમાજમાં અનોખું અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

સુરતના કતારગામ ખાતે સ્થિત ગાયત્રી મંદિરમાં યોજાયેલ આ હૃદયસ્પર્શી લગ્ન પ્રસંગ દરમિયાન દીકરી રૂપલ અને જમાઈ જયંતીએ ધાર્મિક વિધિ મુજબ સાત ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરી. પુત્રવધૂને પુત્રીનો દરજ્જો આપીને વિદાય આપતા પરિવારની આંખોમાં ભાવુકતા અને ગર્વ બંને દર્શાતા હતા.

આ પ્રસંગને બિરદાવવા માટે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં રાજયસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, પૂર્વ પ્રધાન વલ્લભભાઈ કાકડીયા, અરજણભાઇ ધોળકિયા, જયંતીભાઈ નારોલા સહિતની પ્રતિષ્ઠિત હસ્તીઓનો સમાવેશ થાય છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें