ઉમરગામના તુંબ ગામમાં કંપનીમાં ભીષણ આગ: ચાર ફાયર વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વલસાડ જિલ્લાનાં ઉમરગામના તુંબ ગામ ખાતે આવેલી એક કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો છે. આગ લાગતા તાત્કાલિક ઉમરગામ નગરપાલિકા, સરીગામ, વાપી નોટિફાઈડ એરિયા, અને વાપી નગરપાલિકા—આ ચારેય ફાયર વિભાગોની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર, આગ એટલી ભારે હતી કે દૂર સુધી કાળા ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા. ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ઘટના બાદ વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી, લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. જોકે, હજી સુધી આ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें