વડોદરા: ગરીબો પર દવાના ટેસ્ટના આક્ષેપો વચ્ચે ગોરવાની લેબ કંપની શંકાના ઘેરામાં, ફૂડ શાખાનું તપાસ દળ ખડેપગે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરાના ગોરવા એસ્ટેટની એક લેબ કંપની પર ગરીબ લોકોને પૈસાની લાલચ આપી દવાના ઇન્જેક્શનના પરીક્ષણ કરાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. યુવક કોંગ્રેસના આગેવાને ફરિયાદ કરતાં પાલિકાની ફૂડ શાખાએ લેબમાં દરોડો પાડી નાસ્તાના નમૂના લીધા છે. આક્ષેપ મુજબ, દૂરના ગામોમાંથી ગરીબોને રૂપિયા 13 થી 15 હજારના પેકેજની લાલચ આપાઈ હતી, જ્યારે હકીકતમાં માત્ર 3,000 રૂપિયા ચૂકવાતા હતા. પરીક્ષણ માટે લોકોને 24 કલાક સુધી લેબમાં રાખવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. પાલિકા આરોગ્ય વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें