જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેણાંક મકાન દારૂનું ગોડાઉન બન્યું: 60 બોટલ ઇંગ્લિશ દારૂ જપ્ત, બે આરોપી ફરાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દારૂબંધીને ખુલ્લો પડકાર આપતી ઘટના સામે આવી છે. શેરી નંબર–64 ખાતે આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે 60 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, દરોડા દરમિયાન મકાન માલિક સહિત બે શખ્સો ફરાર થઈ જતા પોલીસ માટે પકડનો પડકાર વધ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે ગઈકાલે મોડી સાંજે રમેશ ઉર્ફે ગોવિંદભાઈ મંગેના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તરત જ તેને કબજે કર્યો હતો. જોકે, દારૂ સંતાડનાર રમેશ ગોવિંદભાઈ મંગે અને તેનો સાગરીત કપિલ ધનવાણી દરોડા પહેલા જ ફરાર થઈ ગયા હતા.

શહેરમાં રહેણાંક મકાનોમાંથી દારૂનો જથ્થો મળવો એ પોલીસ પેટ્રોલિંગ અને ગુપ્ત નજર પર ગંભીર સવાલો ઊભા કરે છે. હાલ પોલીસે બંને આરોપીઓને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરી છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તથા કોને સપ્લાય થતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें