જામનગરમાં ઠંડી સાથે તસ્કર ટોળકી બેફામ: એક જ રાતે ચાર મોટરસાયકલ ચોરી, પોલીસ દોડતી થઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર શહેરમાં ઠંડીની મોસમ શરૂ થતા જ તસ્કર ટોળકી ફરી એકવાર સક્રિય બની ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી એકી સાથે ચાર મોટરસાયકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. એક જ સમયે ચાર વાહનોની ચોરીથી તસ્કરોએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હોવાની ચર્ચા છે.

ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારમાં રહેતા સમીર સલીમભાઈ બુખારી અને રાજેશ ચમનભાઈ ઝાલા સહિત ત્રણ અલગ-અલગ ફરિયાદીઓએ પોતાના ઘરની નજીક પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત સુભાષ પાર્ક વિસ્તારમાં રહેતા રમેશ રાણાભાઈ મકવાણાનું પણ મોટરસાયકલ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓને લઈને નાગરિકોમાં ભય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને કેટલાક શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરાઈ છે. જોકે, એકી સાથે ચાર ચોરીની ઘટના શહેરની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી તરફ ઈશારો કરે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें