વડોદરાની રત્નાકર બેંકના ખાતામાં 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્ઝેક્શન, ઓનલાઈન ઠગાઈનો ભેદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરામાં સાયબર ફ્રોડ સામે ચાલી રહેલી પોલીસ કાર્યવાહી દરમિયાન એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. રત્નાકર બેંકના એક ખાતાનો વ્યાપક રીતે ઓનલાઈન ઠગાઈ માટે ઉપયોગ થતો હોવાની વિગતો નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પરથી સામે આવી છે. માત્ર બે મહિનાના સમયગાળામાં આ ખાતામાં 7.58 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે.

સાયબર સેલની તપાસમાં જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટનો ઉપયોગ દેશના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલા 129 સાયબર ફ્રોડ કેસોમાં થયો છે. વિદેશી સાયબર ઠગો દ્વારા ભારતની ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોગસ ખાતા ખોલાવી, કમિશનની લાલચે સ્થાનિક લોકો મારફતે ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવે છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હવે માત્ર ઠગો નહીં પરંતુ તેમના માટે ખાતા આપનાર અને એકાઉન્ટ ઓપરેટ કરનાર સામે પણ સીધી ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા સાયબર સેલ દ્વારા રત્નાકર બેંકના ખાતાધારક તથા સંબંધિત સાગરીતો સામે ગુનો નોંધી તપાસ વધુ તીવ્ર બનાવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें