AMTS–BRTSમાં સિંગલ ટિકિટ ડિજિટલ સિસ્ટમનો વિવાદ: 75% સ્ટાફને રુખસદ, 470 કરોડનું ટેન્ડર એક જ કંપનીને

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદમાં AMTS અને BRTS માટે સિંગલ ટિકિટ ડિજિટલ સિસ્ટમ અમલમાં મૂકવાના નિર્ણયને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. આ યોજના અંતર્ગત 75 ટકા સ્ટાફને રુખસદ આપવામાં આવશે તેવી ચર્ચા છે, જ્યારે સમગ્ર સિસ્ટમના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે 12 વર્ષના ગાળામાં રૂ.470 કરોડનું ટેન્ડર એમનેકસ ઈન્ફો ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યું છે. કંપનીને દરરોજ અંદાજે 11 લાખ રૂપિયાના દરે ચુકવણી કરવામાં આવશે.

સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર થતા અનેક સવાલો ઊભા થયા છે. AMTS અને BRTSમાં રોજ સરેરાશ છ લાખ મુસાફરો મુસાફરી કરે છે અને બંને સેવાઓ પહેલેથી જ કરોડોની ખોટ અને દેવાના બોજા હેઠળ ચાલી રહી છે. આવા સંજોગોમાં એક જ કંપનીને એટલી મોટી રકમનો કોન્ટ્રાક્ટ કયા કારણોસર આપવામાં આવ્યો તે અંગે શાસકો સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી.

ડિજિટલ ટિકિટિંગથી શ્રમિક, મધ્યમ વર્ગ, સિનિયર સિટિઝન અને મહિલાઓ જેવા મોટા વર્ગને મુશ્કેલી પડશે કે કેમ તે પ્રશ્ન પણ ઉઠ્યો છે. સાથે જ ભવિષ્યમાં એસ.ટી. અને મેટ્રો જેવી સેવાઓને જોડવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ હાલ આ નિર્ણયને લઈને શહેરભરમાં ચર્ચા અને વિરોધની લાગણી તેજ બની છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें