આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી સહિતના આસપાસના ગામોની વર્ષોથી ચાલી આવતી ચોમાસાની અવરજવરની સમસ્યાનો અંત આવશે. પ્રોજેક્ટ અંતર્ગત બે માર્ગીય બ્રિજ તેમજ લગભગ 4 કિલોમીટરનો નવો સંપર્ક માર્ગ બનાવાશે. પુલ તૈયાર થતાં જ સ્થાનિક વાહનવ્યવહાર સરળ બનશે, ખેતી અને ગ્રામિણ વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના જીવનમાં સુવિધા વધશે.
વર્ષોની રાહ પૂર્ણ: સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે, સરકારની મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
