લોસ એન્જલ્સ: (16 ઓક્ટોબર) ઓસ્કાર વિજેતા અને હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ડાયેન કીટનનું ન્યૂમોનિયાના કારણે 11 ઑક્ટોબરે અવસાન થયું હતું, તેમ પરિવારજનોએ જણાવ્યું છે.
79 વર્ષની વયે અવસાન પામેલી ડાયેન કીટન “Annie Hall”, “The Godfather” ટ્રિલોજી, “Manhattan”, “Something’s Gotta Give” અને “Reds” જેવી મૂવીઝમાં પોતાના યાદગાર અભિનય માટે જાણીતી રહી હતી.
કીટન પરિવાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, “ડાયેન માટે મળેલા પ્રેમભર્યા સંદેશાઓ અને સહાનુભૂતિ માટે અમે હૃદયથી આભારી છીએ.”
