ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળ માટે શપથવિધિ યોજાવાની છે અને મળતી જાણકારી મુજબ રાજ્યને ફરી એકવાર મુખ્યમંત્રી સાથે ડેપ્યુટી સીએમ મળી શકે છે. ભૂતકાળમાં રૂપાણી સરકારમાં જોવા મળેલી એવી જોડી ફરી સર્જાય તેવી સંભાવના છે.
હર્ષ સંઘવીનું નામ ડેપ્યુટી સીએમ તરીકે ચર્ચામાં છે, જ્યારે તેઓ સહિત કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા, પ્રફુલ પાનસેરિયા અને પુરુષોત્તમ સોલંકી સહિતના કેટલાક પૂર્વ મંત્રીઓને ફરી શપથ માટે બોલાવવામાં આવ્યા છે.
સાથે જ નવા ચહેરા તરીકે કુમાર કાનાણી અને લવિંગજી ઠાકોર જેવા ધારાસભ્યોને પણ મંત્રિપદ માટે આમંત્રણ મળ્યું છે. આ વખતે કુલ 27 મંત્રીઓના પૂર્ણ કદના કેબિનેટની રચનાની શક્યતા છે, જેમાં યુવાનો અને મહિલાઓને પણ મહત્વ આપવામાં આવી શકે છે.
