ગુજરાતના નવા મંત્રીમંડળના શપથગ્રહણ પહેલા જ telefoન diplomacy શરૂ થઈ ગઈ છે. પૂર્વ મંત્રીઓ હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, કનુ દેસાઈ, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ અને પુરષોત્તમ સોલંકીને ફરીથી મંત્રી તરીકે શપથ લેવા બોલાવવામાં આવ્યા છે. સાથે જ નવા ચહેરા તરીકે કુમાર કાનાણી, લવિંગજી ઠાકોર અને પ્રદ્યુમન વાજાને પણ સ્થાન મળ્યું છે. હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવાની શક્યતાની પણ ચર્ચા છે.
મહાત્મા મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા સાથે શપથ વિધિ માટે તૈયારી પૂર્ણ છે, જ્યાં એકસાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે
