ગુજરાતમાં આજે સવારે 11:30 વાગે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાવાનો છે. તેના પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે 9 વાગે રાજ્યપાલ સાથે મુલાકાત કરી નવા મંત્રીઓના નામો આપશે અને જૂના મંત્રીઓના રાજીનામા સોપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે પૂર્ણ કદના 27 મંત્રીઓ સાથે નવું કેબિનેટ રચાશે, જેમાં યુવા ચહેરા અને મહિલાઓને પણ પ્રતિનિધિત્વ મળશે. કેટલાક પૂર્વ મંત્રીઓને ફરીથી સ્થાન મળવાની શક્યતા છે, તો કેટલાકને પડતા મુકવામાં આવી શકે છે.
ગઈકાલે તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા, જેનુ મુખ્ય કારણ વહીવટી ગણવેશ અપાયું છે. શપથવિધિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સંગઠન મહામંત્રી સુનીલ બન્સલ, રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીની પણ શક્યતા છે.
