નવા મંત્રીમંડળ વિસ્તરણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહિલા સશક્તિકરણ તરફ મોટો પગલુ ભર્યું છે. વડોદરાની મનીષા વકીલ, જામનગરથી રીવાબા જાડેજા અને અમદાવાદના અસારવા વિસ્તારથી દર્શના વાઘેલાને મંત્રીપદ અપાયું છે. અનુભવ અને યુવા નેતૃત્વ વચ્ચે સમતુલન સાધતાં, આ ત્રણેય મહિલાઓ રાજ્યના અલગ અલગ પ્રદેશોને પ્રતિનિધિત્વ આપે છે.
