સરકારના સર્વે પહેલા જૂનાગઢના ઉદ્યોગપતિની અનોખી પહેલ: 1200 ખેડૂતોને રૂ. 2.5 કરોડથી વધુનું વળતર આપશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા ભારે નુકસાન વચ્ચે જૂનાગઢના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ માનવતા અને માતૃભૂમિપ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારે સર્વે શરૂ કરવાના પહેલા જ તેમણે બાદલપુર, સાખડાવદર, પ્રભાતપુર અને સેમરાળાના 1,200 ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹11,000 પ્રમાણે કુલ ₹2.5 થી ₹3 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી છે.
આ પહેલથી મગફળી, કપાસ અને સોયાબીનના પાકને નુકસાન સહન કરનારા ખેડૂતોને તાત્કાલિક રાહત મળશે અને પ્રાદેશિક સહકારની ભાવનાને પણ બળ મળશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें