બોમ્બની ધમકીથી હંગામો! મદીના–હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મદીના થી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 058 માં એક મુસાફરે બોમ્બ હોવાનો દાવો કરતાં ઉડાનમાં હડકંપ મચ્યો હતો. સુરક્ષાને પ્રાથમિકતા આપીને પાયલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલને માહિતગાર કરી અને ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી.

આ ફ્લાઇટમાં કુલ 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સવારે લગભગ 11:30 વાગ્યે ફ્લાઇટની સલામત લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર ઉતારવામાં આવ્યા. BDDS, CISF, પોલીસ અને એરપોર્ટ સુરક્ષા ટીમો તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિમાનને આઇસોલેશન બેમાં ખસેડી સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ કોઈ સંદીગ્ધ વસ્તુ મળી નહોતી, જેથી એરપોર્ટ સત્તાધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.

બોમ્બની ખોટી માહિતી આપનાર મુસાફરને અટક કરવામાં આવ્યો છે અને અમદાવાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે તેણે આ ધમકી શા માટે આપી. થોડા દિવસોથી ઇન્ડિગોની ફ્લાઈટ્સમાં આવી ધમકીઓના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. મંગળવારે પણ આવી જ એક ધમકીને કારણે કુવૈત–હૈદરાબાદ ઉડાનનું મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें