વડોદરામાં દબાણ શાખાનું મેગા ડિમોલિશન: ગોરવામાં 200થી વધુ ઝૂંપડાઓ અને અનેક ગેરકાયદે શેડો તોડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં દશામાં મંદિર સામે આવેલા આશરે 200 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનના નિર્માણ માટે જગ્યા ખાલી કરાવવાની માંગ બાદ પાલিকার દબાણ શાખાએ પોલીસ, SRP, ફાયર બ્રિગેડ અને વીજ વિભાગ સાથે મળીને કાર્યવાહી કરી.

શહેરના વાડી વિસ્તારમાં પણ દબાણ વિરોધી ડ્રાઇવ હેઠળ શાક માર્કેટ આસપાસના પથારા, ગેરકાયદે શેડ અને દુકાન આગળ કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. કુલ ત્રણ ટ્રક જેટલો માલ કબ્જે કરવામાં આવ્યો હતો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें