વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત: બાઇકને ટ્રેક્ટરની ટક્કર, દંપતીનું કરૂણ મોત — ટ્રેક્ટર ચાલક ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા નેશનલ હાઈવે-48 પર આજવા ચોકડી–કપુરાઈ ચોકડી માર્ગ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સવાર સમીર સુમન શાહ અને બીનલ શાહ ટ્રોલી નીચે આવી ગયા હતા. પાછળથી આવતો ટ્રક દંપતી પરથી ફરી વળતાં બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે ટ્રેક્ટર અને ટ્રક ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. દંપતીના અકાળ મૃત્યુથી તેમના બે સંતાન નિરાધાર બન્યા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें