2027માં દેશની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી; કેન્દ્રે ₹11,718 કરોડનું બજેટ મંજૂર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કેન્દ્ર સરકારે 2027થી શરૂ થનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરીને સંપૂર્ણ ડિજિટલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વસ્તી ગણતરીના બે તબક્કા—2026માં હાઉસ લિસ્ટિંગ અને 2027માં ફાઈનલ કાઉન્ટ—માટે કુલ ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પ્રથમ વખત મોબાઇલ એપ અને વેબ પોર્ટલ દ્વારા દેશવ્યાપી ડેટા સંગ્રહ થશે, જેમાં 30 લાખ કર્મચારીઓ જોડાશે. ડિજિટલ પ્રક્રિયા થવાથી ડેટા વધુ ઝડપથી, પારદર્શક અને ભૂલમુક્ત મળશે, જ્યારે છેલ્લા 2011 બાદ પહેલીવાર દેશનું નવું વસ્તી ચિત્ર તૈયાર થશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें