40 લાખના વીમા માટે સગી બહેનની હત્યા! લાલચમાં અંધ બની મોટી બહેને પ્રેમી સાથે ઘડ્યું કાવતરું, રિકન્સ્ટ્રક્શનમાં ખુલ્યો ખૂની સચોટ પ્લાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પૈસાની લાલચે માનવતાને પણ શરમાવી નાખે એવી ઘટનામાં સગી મોટી બહેને પોતાની નાની બહેનની હત્યા કરાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. માત્ર 40 લાખ રૂપિયાના વીમાની રકમ મેળવવા માટે બહેને પોતાના પુરુષ મિત્ર સાથે મળીને ઠંડા કલેજે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, અંકોડિયા ગામની સીમમાં થોડા દિવસ પહેલા અજીઝાબાનુ મુસ્તુફાભાઇ દિવાનની ગળે ટૂંપો આપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. ઘટનાની તપાસ દરમ્યાન પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં અજીઝાબાનુ એક ટુ-વ્હિલર પર જતી દેખાઈ હતી. મોપેડના નંબરના આધારે પોલીસે રમીઝ રાજા હનિફભાઇ શેખને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન રમીઝે ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે, અજીઝાબાનુની મોટી બહેન ફીરોજાબાનુ ઉર્ફે અનીષા અખ્તરશા દિવાને જ તેની હત્યાનું કાવતરું રચ્યું હતું. બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી મિત્રતા હતી. હત્યાથી માત્ર 15 દિવસ અગાઉ જ અજીઝાબાનુના નામે 40 લાખ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો હતો, જેમાં વારસદાર તરીકે મોટી બહેનનું નામ દર્શાવાયું હતું.

વીમા રકમ મેળવવાની લાલચે બહેને પોતાની જ સગી બહેનને મોતને ઘાટ ઉતારવાની સાજિશ રચી હતી. ગુનાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે આરોપી રમીઝને સાથે રાખી ગોરવા વિસ્તારથી લઈને અંકોડિયા ગામની સીમ સુધી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

આ ઘટનાએ સમાજ સામે ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે કે, શું હવે પૈસાની લાલચમાં લોહીના સંબંધો પણ સુરક્ષિત રહ્યા નથી?

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें