જામનગરના સિક્કા નજીક મુંગણી ગામ પાસે એક બાઈક ચાલકે પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનને ટક્કર મારી હતી. અકસ્માતમાં શ્રીરામ યાદવનું મોત થયું અને ઉપેન્દ્ર યાદવ ઘાયલ થયા. બાઈક નંબર જીજે 10 ઇ.જી. 9991 હોવાનું ખુલ્યું છે. પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ શરૂ કરી છે.
