પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાલિબાન શાસન સાથે શાંતિ માટે વાતચીતની તૈયારી જાહેર કરી છે. 48 કલાકના સીઝફાયર માટે બંને પક્ષોએ સહમતી આપી છે, જોકે શાહબાઝે અફઘાનિસ્તાનના તાજેતરના હુમલાઓ માટે ભારતને જવાબદાર ઠેરવ્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાન તરફથી પાકિસ્તાની સેનાએ ઝટકા ખાધા છે અને તાલિબાનના લડવૈયાઓએ જીતનો ઉત્સવ મનાવ્યો છે.
