ગાંધીનગરમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર–તેડાગર બહેનોને નિમણૂક પત્રોનું વિતરણ: CM ભૂપેન્દ્ર પટેલે ‘સુપોષિત ગુજરાત–વિકસિત ભારત’નો સંકલ્પ મજબૂત કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરાયો. રાજ્યના 53,000થી વધુ કાર્યરત આંગણવાડી કેન્દ્રો સાથે નવા 170 કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં સમાવેશ થયો.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું આંગણવાડી છે, અને નવનિયુક્ત બહેનો સુપોષિત–સ્વસ્થ પેઢી તૈયાર કરીને વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

રાજ્ય સરકાર આગામી સમયમાં 10,000થી વધુ નવા નંદઘરો બનાવવા પ્રતિબદ્ધ છે. કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અને અનેક અધિકારીઓની હાજરી રહી હતી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें