ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે શંકા અને લાંબા સમયથી ચાલતા પારિવારિક વિવાદે એક હસતો-રમતો પરિવાર તોડી નાંખ્યો. પિયરમાં રહેતી પત્ની પર શંકા રાખી પતિએ છરી વડે તેની કરપીણ હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં 21 અને 19 વર્ષના બે પુત્રોએ એક જ દિવસમાં માતા-પિતા બંને ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરી વધુ તપાસ શરૂ કરી છે.
શંકા અને પારિવારિક કલેશનો કરુણ અંત: વેરાવળના ડારી ગામે પત્નીની હત્યા બાદ પતિએ ઝેર પીીને આપઘાત કર્યો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
