મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને સ્થિતિનો જાયજો મેળવ્યો હતો.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તેમણે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મહેસુલ અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાને સાથે રાખીને રાજ્યના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કરેલી સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વ્યાપક વધુ વરસાદની સંભાવનાઓ છે.

આ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસનની મદદ માટે NDRF અને SDRFની ટીમો મોકલવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાઓના કલેકટરોને સતર્ક રહેવાના દિશાનિર્દેશો આપ્યા હતા.

હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા ત્યાં રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં કેશ ડોલ્સની ચુકવણી અસરગ્રસ્તોને આપવાનું શરૂ થયું છે અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે.

પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો SEOCને મળ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વરસાદના પાણી ઉતરે કે તુરત જ સાફ-સફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચનાઓ પણ આપી હતી.

રાજ્યમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અમદાવાદ અને અમરેલી જિલ્લાઓમાં 2025માં જુલાઈ મહિનામાં થયેલા સરેરાશ વરસાદની તુલનાએ અત્યાર સુધીમાં વલસાડમાં 93 ટકા, નવસારીમાં 97 ટકા, ડાંગમાં 71 ટકા, સુરતમાં 81 ટકા તથા અમદાવાદ 66 ટકા અને અમરેલીમાં 63 ટકા વરસાદ વરસી ગયો છે તેની પણ વિગતો રાહત કમિશનરે આપી હતી.

રાજ્યના જળાશયોમાં 53.14 ટકા જેટલો સંગ્રહિત જથ્થો છે તેમ બેઠકમાં જણાવાયું હતું.

સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,158 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें