ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો હતો. બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેટક્ટરની ચૂંટણીમાં તમામ 16 બેઠકો પર શંકર ચૌધરી સમર્થિત ઉમેદવારોની જીત થઈ હતી. મેન્ટેડ પ્રથાના વિરોધ તથા આંતરિક જૂથવાદ વચ્ચે શંકર ચૌધરીની જીત થઈ હતી.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે 16મી બેઠક પર બળવો થયો હતો અને ચૂંટણી થઈ હતી. જેમાં શંકર ચૌધરીની પેનલના ઉમેદવારનો વિજય થયો હતો. તમામ બેઠક પર જીત થતાં સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો હતો. આ બેઠક પર 100 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરીમાં મેન્ડેટધારી ઉમેદવાર અમરત પરમાર વિજયી બન્યા હતા. તેમને કુલ 85 મતોમાંથી 55 મત મળ્યા હતા, જ્યારે બળવો કરનારા દિલીપસિંહ બારડને 30 મત જ મળ્યા હતા.
