જામનગર (15 ઓક્ટોબર, 2025):
દિવાળીના તહેવારના અવસરે મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા 16 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી વધારાની બસો (એક્સ્ટ્રા સર્વિસ) ચલાવવામાં આવશે.
મુસાફરો એ સમયગાળા દરમિયાન એસ.ટી. ડેપોથી એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે. જો કોઈ ગ્રુપમાં 51 કરતાં વધુ મુસાફરો રહેશે તો એસ.ટી. નિગમ એક્સ્ટ્રા બસની ખાસ સુવિધા પણ આપે છે.
