ચીનના રેર અર્થ મિનરલ્સ પરના નિયંત્રણને લઇને વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકા ભારત અને યુરોપથી સહયોગ માંગે છે. અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે સ્પષ્ટ જણાવ્યું કે, “આ લડાઈ હવે ચીન વિરુદ્ધ આખી દુનિયાની છે.”
જ્યારે અમેરિકા ભારતને સાથ આપવાની અપેક્ષા રાખે છે, ત્યારે બીજી તરફ ભારતમાં નારાજગી ઊભી કરે એવી રીતે 50% ટેરિફ લાગુ રાખ્યો છે, જેને લઈ આ નીતિ પર વિવાદ ઊભો થયો છે.
બેસેન્ટે ચીન પર “યુદ્ધને ફંડિંગ આપવાનો” આરોપ લગાવતાં કહ્યું કે અમેરિકાનું લક્ષ્ય માત્ર પોતાની સુરક્ષા જ નહીં, પણ વૈશ્વિક સપ્લાઈ ચેઇનને સુરક્ષિત રાખવાનું છે. તેમણે ઉમેર્યું કે ચીનનો રેર મિનરલ્સ નિકાસ પ્રતિબંધ સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે ખતરો છે.
