બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં સીટ વહેંચણીના વિવાદ પર છેડાયેલી ગાંઠ હવે ખૂલી ગઈ છે. મુકેશ સહનીની પાર્ટી વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ને 18 બેઠકો ફાળવવામાં આવી છે, જેને તેઓએ સ્વીકારી લીધી છે.
મોડી રાત સુધી ચાલેલી બેઠક અને તેજસ્વી યાદવ સાથે થયેલી વાતચીત બાદ આ સંમતિ પર મોહર લાગી. પક્ષે હવે ટિકિટ વિતરણની પ્રક્રિયા હાથ ધરી છે. જ્ઞાતિ અને સ્થાનિક પરિબળોને ધ્યાને લઇને આ બેઠકો પસંદ કરાઇ છે, જેને કારણે મહાગઠબંધનમાં ઉભો થયેલો રાજકીય તણાવ હવે ઘટતો જોવા મળ્યો છે.
