જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના વતની 22 વર્ષના ખેતમજૂર યુવાન કમલેશભાઈ હિમલાભાઈ સંગોડે પોતાના રહેઠાણ પાસેની વાડીમાં આંબલીના ઝાડે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મૃતક યુવાન જ્યાં કામ કરતો હતો તે ખેડૂત સૈલેશભાઈ ડાંગરની વાડીમાં આ ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતકના ભાઈ શંકરભાઈએ આપઘાતની જાણ કરી હતી.
