જામનગર, 15 ઑક્ટોબર, 2025:
જામનગર શહેરના બેડી નજીક આવેલા ધરાનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસની ટીમે સ્ટ્રીટ લાઈટના અજવાળે ચાલતા જુગાર પર દરોડો પાડી શબ્બીર અલીભાઈ મિયાણા, યુસુફ હુસેનભાઇ રાજાણી, યુસુફ ઇસ્માઈલભાઈ મલિક અને અસિફ અલારખાભાઈ સાટીની અટકાયત કરી હતી.
આ દરોડા દરમિયાન પોલીસને રૂ. 3,850ની રોકડ રકમ અને ઘોડીપાસાના જુગારનો સામાન કબજે મળ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને જુગારના આડઅસર વિરુદ્ધ કાર્યવાહી તીવ્ર બનાવી છે.
