અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ વધી ગયો છે, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જ્યાં મંગળવાર રાત્રે પાકિસ્તાની સૈનિકો અને અફઘાન તાલિબાન વચ્ચે ભયંકર અથડામણ થઈ.
પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલિબાન અને ફિત્ના અલ-ખ્વારીઝ સંગઠને ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો, જેને જવાબમાં પાકિસ્તાને જોરદાર કાર્યવાહી કરી. અથડામણમાં ટેન્કો અને સૈન્ય ચોકીઓને નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
