બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે ઝારખંડની JMM પાર્ટીએ મહાગઠબંધન I.N.D.I.A બ્લોકને અલ્ટીમેટમ આપ્યું છે. JMMના નેતા સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, તેમને ઓછામાં ઓછા 12 બેઠક મળવી જ જોઈએ નહીં તો તેઓ પોતાનો રસ્તો નક્કી કરશે. 14 ઓક્ટોબર સુધી બેઠક વહેંચણી પર સંમતિ ન મળવા પર JMM ગઠબંધન છોડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે, જેથી વિપક્ષ એકતામાં ખલેલ આવવાની શક્યતા છે.
