બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈ ચાલી રહેલી અટકળો પર આજે વિરામ લાગ્યો છે. જન સુરાજ અભિયાનના સંસ્થાપક અને ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરે ખુલાસો કર્યો કે, તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે.
પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, “પાર્ટી જે નિર્ણય કરશે, હું તે જ પાલન કરીશ.” સાથે જ તેમણે ઉમેર્યું કે જો જન સુરાજને 150થી ઓછી બેઠકો મળશે તો તેને પોતાની વ્યક્તિગત હાર ગણાવીશ. અને વધુ બેઠકો મળીને જનતાએ બદલાવને પસંદ કર્યો હોવાનું સાબિત થશે.
