શહેરમાં ભાજપના વોર્ડ પ્રમુખે મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ફોટા મૂકી રસ્તા પર બર્થ ડે ઉજવ્યો હતો. જેના કારણે શહેરમાં ફરી એક વખત કાયદાની સ્થિતિ પર સવાલ ઉભા થયા હતા. મળતી વિગત પ્રમાણે, શહેરના ભાજપ વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઊજવ્યો હતો.
આ ઉજવણી ઉધનામાં આવેલી સાંઇબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી. આ ઉજવણીમાં તેમણે કેક કાપી હતી, જેના પર મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ફોટો પણ હતો.
